મોરબીનું પરશુરામ ગ્રુપ બહેનોને રાહતદરે દ્વારા ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવશે

- text


મોરબી : મોરબીના પરશુરામ યુવા ગૃપ તથા પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના 15 વર્ષથી ઉપરની બહેનો અને દીકરીઓ માટે તા. 18મે ને ગુરુવારે સ્કાય મોલ, શનાળા રોડ ખાતે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

લવ જેહાદ અને આતંકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી પરશુરામ યુવા ગૃપ તથા પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે સમસ્ત બ્રહ્મસમાજના 15 વર્ષથી ઉપરના બહેનો અને દીકરીઓને દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ જોવા માટેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે વ્યોમ લેબોરેટરી, વિઝન હોસ્પિટલ નીચે, ડો. રૂપાલાની સામે, અયોધ્યા પૂરી મેઈન રોડ, મોરબી-1 ખાતે- 9825486999 તેમજ બાલાજી મલ્ટી સ્ટોર, વોરા બાગ SBI ATM ની બાજુમાં, ફ્લોર હોમ્સ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, સામાકાંઠે, મોરબી-2 -9595688888 કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન રુ. 50 ના નજીવા દરે કરાવવાનું રહેશે. જે સમસ્ત બ્રહ્મસમાજની બહેનોએ આ ફિલ્મ જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું હોય તેને તા. 16 મે થી 17 મે સુધી સાંજે 6 વાગ્યા સુધી ફરજિયાત કરાવવાનું રહેશે.

- text

- text