વાંકાનેરમા ગેરકાયદે પાણીનું કનેકશન લેતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ

- text


પોલીસ લાઈનમાં આવતી પાણીની લાઈનમાં ભંગાણ કરતા અટકાવતા પોલીસની ફરજમાં રુકાવટ, બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પોલીસ લાઈનમાં આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી ત્રણ શખ્સ દ્વારા ગેરકાયદેસર કનેકશન લેવામાં આવતું હોય તેમને અટકાવનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરજમાં રુકાવટ કરતા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, સાથે સાથ પાણીની લાઈનમાં ભંગાણ કરવા મામલે વાંકાનેર પાલિકાના કર્મચારી દ્વારા અલગથી બીજો ગુન્હો પણ નોંધાવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આવેલી પોલીસ લાઈનમાં પાણીનો પુરવઠો પુરી પાડતી પાઇપલાઈનમાં હાજી અલી ચેમ્બર નજીક આરોપી રફીક મામદભાઈ બાદી, નિજામુદિન મામદભાઈ બાદી અને આરીફ અલ્લાઉદીન શેરસિયા દ્વારા ગેરકાયદેસર રીતે ભંગાણ કરી કનેકશન લેવામાં આવતું હોય એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા આરોપીઓને અટકાવવામાં આવતા આરોપીઓએ ઝઘડો કરી ફરજમાં રુકાવટ કરતા ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text

બીજી તરફ વાંકાનેર નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગને પણ આ મામલે જાણ કરવામાં આવતા વોટર વર્ક્સ શાખાના કર્મચારી અશોકભાઈ કનકપ્રસાદ રાવલ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ લાઈનમાં જતો પાણીનો પુરવઠો રોકી પાણીના બીગાડ મામલે ફરિયાદ નોંધાવતા આરોપીઓને ગેરકાયદેસર કનેકશન લેવું હાલમાં ભારે પડ્યું છે.

- text