મોરબીમાં વગર કારણે મહિલાના પુત્રોને પતાવી દેવા ધમકી 

- text


બે આરોપીઓએ ઘર પાસે પડેલા મોટર સાયકલમાં નુકશાન પહોચાડ્યું

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા મહિલાના બે પુત્રોને જાનથી પતાવી દેવા ધમકી આપી બે શખ્સોએ શેરીમાં પડેલ મોટર સાયકલમાં ધારીયા અને પાઇપ વડે નુકશાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વિશિપરાના કુલીનગરમાં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડ દ્વારા આરોપી બિલાલ હુસેનભાઈ ભટ્ટી અને અબ્બાસ અબ્દુલભાઇ બચડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની બહેનપણી મુમતાજબેનની દીકરીના લગ્નમાં ગયા ત્યારે ત્યાં મુમતાજબેનના પતિને ઝઘડો થયો હોય એ બંને આરોપીઓ ડિમ્પલબેનના ઘેર આવી હવે કોઈ દિવસ મુમતાજબેનના ઘરે ન જતા કહી લોખંડના ધારીયા અને પાઇપ વડે ડેલીમાં તેમજ બહાર પડેલા મોટર સાયકલમાં નુકશાન પહોંચાડી ડિમ્પલબેનના બન્ને દીકરાઓને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text