મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફુટપેટ્રોલીંગ સાથે ડે- કોમ્બીંગ

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગઈકાલે ફૂટ પેટ્રોલિંગ કરવાની સાથે ડે – કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધરી ટ્રાફિક સહિતના પ્રશ્નો નિવારવા પ્રયાસો કરાયા હતા.

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના તથા માર્ગદર્શન મુજબ ગઈકાલે નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, એસઓજી પીઆઇ એમ.પી.પંડયા, સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા સહિતની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવ રાખી વાહન ચેકીંગની કામગીરી કરી અલગ-અલગ ટીમો બનાવી ફુટ પેટ્રોલીંગ અને ડે-કોમ્બીંગ કરી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તથા ટ્રાફીક સમસ્યા નિવારવા પ્રયત્નો હાથ ધરેલ હતા.

આ ઉપરાંત શહેરમાં અયોગ્ય રીતે વાહન પાર્કિંગ ન થાય તે માટે વાહન ચાલકોને સમજ કરી તથા દુકાનદારો, વેપારીઓને પોતાનો સામાન દુકાનની બહાર ન રાખે જેથી શહેરમાં વન-વે તથા સાંકડા રસ્તાના કારણે ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે અંગે સમજ કરી તેમજ રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ થાય તેવા સ્ટોલ દુર કરાવડાવી જગ્યા ખુલી કરાવી મોરબી શહેર વિસ્તારમાં વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન થાય તે અંગેના પ્રયત્નો હાથ ધરેલ હતા તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે.

કોમ્બીંગ દરમ્યાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા 147 એમવી એકટ અંગેના કેસ કરી 14 વાહન ડીટેઇન કરી સમાધાન શુલ્ક દંડ રૂપે રૂ.63,400 વસુલ કરવામાં આવ્યા હતા.

- text

આ ફુટ પેટ્રોલીંગ, ડે-કોમ્બીંગ સર્ચ ઓપરેશનને સફળ બનાવવા મોરબી એલ.સી.બી., જિલ્લા ટ્રાફીક, એસ.ઓ.જી., મોરબી સિટી એ ડિવી. પોલીસ ટીમ તથા મોરબી તાલુકા પોલીસ મથકના તમામ પોલીસ અધિકારી તથા કર્મચારીઓ જોડાયેલ હતા.

- text