ચીટરોની ખેર નથી ! મોરબીના ઉધોગકારોના ફસાયેલા નાણાં માટે સીટની રચના કરી અલગ પોલીસ સ્ટેશન ફાળવાશે

- text


હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વીડિયો સંદેશમાં કોંગ્રેસ ઉપર ચાબખા માર્યા 

મોરબી : મોરબીમાં તૈયાર થયેલા નવા બસ સ્ટેન્ડના લોકોપર્ણ માટે કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યા બાદ સરકાર જાગી છે અને આગામી 18મીએ ગૃહમંત્રીના હસ્તે વિધિવત રીતે નવા બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવાની જાહેરાત કરી છે. સાથેસાથે ઉધોગકારોના ફસાયેલા નાણાં બહાર કાઢવા માટે ખાસ સીટ એટલે કે, એસઆઈટીની રચના કરીને અલગ પોલીસ સ્ટેશન ફાળવાશે. હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વીડિયો સંદેશમાં કોંગ્રેસ પર ચાબખા મારી ભાજપની સરકાર જ નવા બસનું ઉદઘાટન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આગામી 18મીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીના નવા બસ સ્ટેન્ડનું લોકપર્ણ કરવા આવી રહ્યા છે. સાથે-સાથે મોરબી સમગ્ર વિશ્વમાં સીરામીકનું હબ તરીકે વિખ્યાત છે અને ભારતનું 92 ટકા ટાઇલ્સનું ઉત્પાદન એકલું મોરબી કરે છે. ત્યારે આઉદ્યોગ જગતનો પ્રાણ પ્રશ્ન એ છે કે વેપાર માટે બહારમાં ઉધોગકારોના નાણાં ફસાયેલા છે. ત્યારે કાંતિલાલ સહિતનાએ સીએમ અને ગૃહમંત્રીને કરેલી રજુઆતને ધ્યાને લઈને સ્પેશિયલ કેસમાં ઉધોગકારોના ફસાયેલા નાણાં બહાર કાઢવા માટે એસઆઈટી એટલે કે, સીટની રચના કરીને ગૃહમંત્રીના હસ્તે 18મીએ મોરબીમાં અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવશે.

- text

જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપીને ચાબખા માર્યા હતા કે, ખાલી શ્રીફળ વધેરીને બસ સ્ટેન્ડનું ઉદઘાટન કરવાનું બંધ કરે, રાજ્યમાં ભાજપની સરકાર હોય ભાજપ સરકારને જ આ બસ સ્ટેન્ડનું ઉદઘાટન કરવાનું હોય તેથી 18મીએ સવારે 10 વાગ્યે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકાશે. સાથો-સાથ મોરબીને લાભ થાય તે માટે સીરામીક ઉધોગના બહાર 10 હજાર કરોડ જે ફસાયેલા હોય તે પરત લાવવા માટે અલગ પોલીસ સ્ટેશન આપવામાં આવશે. જેના માટે તમામ ઉધોગ સાથે મીટીંગ કરી તેમનો આ પ્રશ્ન દૂર કરવા ભાજપ સરકાર કટિબદ્ધ થઈને મોરબીને અલગ પોલીસ સ્ટેશન આપશે.

- text