ટંકારાની જબલપુર શાળામાં તાલુકા કક્ષાનો સમર કોચિંગ કેમ્પ યોજાયો

- text


ટંકારા : ખેલે ગુજરાત અંતર્ગત જબલપુર પ્રાથમિક શાળામાં 10 દિવસીય તાલુકા કક્ષાના સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને રમત, ગમ્મત અને યોગા ખૂબ જ જરૂરી હોય જબલપુર પ્રાથમિક શાળામાં આ સમર કેમ્પનું આયોજન કરાયું હતું. આ સમર કેમ્પમાં રાજકોટથી ચિરાગભાઈ તેમજ દેવાંશુભાઈએ વિદ્યાર્થીઓને 10 દિવસ સુધી ખો-ખો અને યોગાની તાલીમ આપી હતી. સાથે વિદ્યાર્થીઓને દરરોજ અલગ અલગ નાસ્તો, ફ્રુટ, દૂધ અને ફ્રુટી આપવામાં આવી હતી તેમજ આ સમર કેમ્પના આયોજનમાં ફેફર દેવેન્દ્રભાઈ, નારિયાણા શાંતિલાલ અને ચાવડા જશવંતભાઈ હાજર રહ્યા હતા.

- text

- text