યુવતીને બ્લેકમેઈલ કરી લગ્ન માટે દબાણ કરનાર લંપટ ઝડપાયો

- text


પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપીને દબોચી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી

મોરબી : હળવદના નવા દેવળીયા ગામના શખ્સે માળીયાના ગ્રામ્ય વિસ્તારમાં રહીને અભ્યાસ કરતી યુવતીના યેનકેન પ્રકારે મોબાઈલ નંબર મેળવી વિશ્વાસ કેળવી બાદમાં મોરબી બોલાવી ફોટા પાડી બ્લેક મેઇલ કરવાનું શરૂ કરી ધરાર લગ્ન કરવા દબાણ કરી યુવતી અને પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપવાની ફરિયાદ નોંધાતાની સાથે પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતીના આઠેક મહિના પહેલા યેનકેન પ્રકારે નંબર મેળવી હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના એઝાઝ અલાઉદિન હિંગળોજા નામના શખ્સે વિશ્વાસ કેળવી લઈ મિત્રતા બાંધી હતી. બાદમાં આ શખ્સે યુવતીને મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે તેની ફ્રેન્ડ આવી હોવાનું કહી કામધેનુ પાર્ટી પ્લોટમાં બોલાવી યુવતી સાથે અલગ અલગ જગ્યાએ ફોટા પાડી આ ફોટાને આધારે યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક અડપલા કરી અશ્લિલ માંગણી કરી લગ્ન કરવા દબાણ કરતા આ યુવતી તાબે ન થતા એઝાઝ નમના શખ્સે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી એઝાઝ અલાઉદિન હિંગળોજાને ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text

- text