ટંકારાના વીરપર ગામે ટ્રાન્સફોર્મરમાં ગાયને વીજ શોક લાગતાં તાત્કાલિક ફેન્સિંગ કરાઈ

- text


ટંકારા : ટંકારાના વીરપર ગામમાં આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આજે એક ગાયને વીજશોક લાગતાં ગાયને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક આ ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સિંગ કરી દેવામાં આવી છે.

વીરપર ગામે ગાયને વીજ ટ્રાન્સફોર્મરમાથી વીજ શોક લાગતાં પત્રકાર ધવલ ત્રિવેદીએ જીવદયા કેન્દ્રનો સંપર્ક કરી ગૌમાતાને તાત્કાલિક સારવાર અપાવી હતી. આ જગ્યાએ વારંવાર આવા બનાવો બનતા હોય ગામના સરપંચ મહેશભાઈ લિખિયાએ બનાવની ગંભીરતા સમજી ટ્રાન્સફોર્મરની આજુબાજુમાં તાત્કાલિક ધોરણે તારની ફેન્સિંગ કરી નાખવામાં આવી છે.

- text

- text