ઘેટાના મોતનું રહસ્ય યથાવત ! હડમતીયા નજીક ગેરકાયદેસર રીતે સિરામિક બાઇન્ડર બનાવતી ફેક્ટરી ઝપટે

- text


ઘેટાના ટપોટપ મોતની તપાસમાં ગયેલ જીપીસીબી ટીમ દ્વારા પ્લાસ્ટિક ફેક્ટરી અને સિરામિક બાઇન્ડર ફેક્ટરી મામલ ધગધગતો રિપોર્ટ

મોરબી : ટંકારાના હડમતીયા ગામના માલધારીના અસંખ્ય ઘેટાઓના ઝેરી પાણી પી જવાથી ટપોટપ મોત નિપજવા મામલે પોલીસ, પશુપાલન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે અત્યંત ચોંકાવનારી બાબત સામે આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ વિસ્તારમાં એક સિરામિક બાઇન્ડર બનાવતી ફેક્ટરી તેમજ એક પ્લાસ્ટિક વોશિંગ ફેક્ટરી કોઈપણ જાતની મંજૂરી વગર ધમધમી રહી હોવાનું સામે આવતા તાકીદની અસરથી આ ગંભીર બાબતે ગાંધીનગર ખાતે ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે.

બે દિવસ પૂર્વે ટંકારા તાલુકાના હડમતીયા ગામના માલધારી પરિવારના અનેક ઘેટાઓના હડમતિયાની સીમમાં આવેલ એક કારખાના પાસે પાણી પીવાથી ઝેરી અસર થતા મૃત્યુ નિપજતા અહીં કેટલીક ફેકટરીઓ કેમિકલ બનાવતી હોવાનું અને મંજૂરી વગર ધમધમતી હોવાના આરોપ લાગ્યા હતા. બીજી તરફ ઘેટાના ટપોટપ મોત મામલે પોલીસ, પશુપાલન વિભાગ સહિતના તંત્ર દ્વારા તપાસ શરુ કરવામાં આવતા આ મામલે સત્ય ઉપરથી પરદો ઉંચકાય તેવા સંકેતો મળી રહ્યા છે.

- text

બીજી તરફ ઘેટાના મૃત્યુ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસમાં ઝંપલાવતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને હડમતીયા સીમમાં પારસ નામની એક ફેકટરીમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની મંજૂરી વગર સીરામીક બાઇન્ડર બનાવવામાં આવતું હોવાનું તેમજ અન્ય એક પ્લાસ્ટિક ફેકટરીમાં ગેરકાયદેસર રીતે વોશિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા આ બન્ને ફેકટરીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી માટે ગાંધીનગર વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે.

- text