મોરબીમાં કાલે શનિવારે IDY 2023 કાઉન્ટ ડાઉન ક્લોકનું ઉદ્દઘાટન

- text


મોરબી : 21 જૂન-આંતરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત મોરબી ખાતે IDY 2023 કાઉન્ટ ડાઉન ક્લોકનું આવતીકાલે શનિવારે દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ઉદઘાટન કરવામાં આવનાર છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતીકાલે મોરબી ખાતે રવાપર ચોકડી પર ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ IDY 2023 કાઉન્ટ ડાઉન ક્લોકનું ઉદ્ઘાટન દુર્લભજીભાઈ દેથરિયા (ધારાસભ્ય ટંકારા-પડધરી )ના હસ્તે સવારે ૦૭:૪૫ થી ૮:૪૫ દરમિયાન કરવામાં આવનાર હોઈ, તમામ યોગ સાધક, યોગ ટ્રેનર્સ અને યોગ પ્રેમી જનતાએ હાજર રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. તેમ વાલજી પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

- text

- text