હમારી જેલ મે સુરંગ !! જેલમાં બેઠા ખંડણી માંગનાર ડાડોનો કબ્જો લેતી પોલીસ

- text


સતવારા વૃદ્ધ પાસેથી બે લાખની ખંડણી માંગવા પ્રકરણમાં જેલમાંથી કબ્જો લઈ મોબાઈલ ક્યાંથી આવ્યો તે સહિતની બાબતે રિમાન્ડ માંગવા તજવીજ

મોરબી : મોરબીના વિસીપરામાં રહેતા સતવારા વૃદ્ધ પાસેથી બેવડી હત્યાના ગુન્હામાં જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડા નામના શખ્સે પોતાના ભાઈના મોબાઈલ ફોનમાં ફોન કરી રૂપિયા બે લાખની ખંડણી માંગવા પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસે અગાઉ ડાડાના ભાઈને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યા બાદ મોરબી સબ જેલમાં બંધમાં રહેલા ડાડાનો કબ્જો લઈ મોબાઈલ ક્યાંથી આવ્યો તે સહિતની બાબતે રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરામાં રમેશ કોટન મિલમાં રહેતા હરગોવિંદભાઈ ચૌહાણ નામના વૃદ્ધને બેવડી હત્યા તેમજ માળીયા પંથકમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ અને હાલમાં જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડા નામના શખ્સે પોતાના ભાઈ અલારખાના મોબાઈલ ફોનમાં ફોન કરી રૂપિયા 2 લાખ ખંડણી માંગી હતી. આ ગંભીર બાબતે સીટી બી ડિવિઝન પોલીસે ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાના ભાઈ અલ્લારખાં તાજમહમદભાઈ જેડાની ધરપકડ કરી હતી.

- text

બાદમાં સીટી બી ડિવિઝન પોલીસે કાનૂની કાર્યવાહી બાદ મોરબી સબ જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાનો કબ્જો મેળવી જેલમાં મોબાઈલ ફોનનની સુવિધા કેવી રીતે મેળવી, મોબાઈલ કોણ આપી ગયો સહિતની બાબતે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

- text