માળીયાના ખાખરેચી ગામે અપહૃત અઢી વર્ષની બાળકી મળી આવી

- text


એલસીબી અને માળીયા પોલીસે બાળકીને શોધી કાઢી તેનું કોઈ અપહરણ કરી ગયું તું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી

મોરબી : માળીયાના ખાખરેચી ગામેથી સામાન્ય પરિવારની અઢી વર્ષની બાળકી ગુમ થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. બાળકીની અપહરણની ફરિયાદને લઈને એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી અને એલસીબી તેમજ માળીયા પોલીસે આ બાળકીને શોધી કાઢી તેનું કોઈ અપહરણ કરી ગયું તું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ચરાડવા ગામે રહેતા અને પ્લાસ્ટિકના બકડીયા,તગરા,ડોલનું છૂટક વેચાણ કરતા સામાન્ય પરિવારના લોકો કુટુંબ કબીલા સાથે ગત તા.8ના રોજ આ વસ્તુઓ વેચવા માળીયાના ખાખરેચી ગામે ગયા હતા.ત્યારે આ પરિવારની અઢી વર્ષની લક્ષ્મી ગુમ થઈ ગઈ હતી. ભારે શોધખોળ કરવા છતાં પણ આ બાળકી મળી ન આવતા તેની માતાએ પોતાની પુત્રીનું કોઈ અજાણ્યો શખ્સ અગમ્ય કારણોસર અપહરણ કરી ગયાની માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની ગંભીરતાને લઈને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ સઘન તપાસ હાથ ધરી હતી અને આજે માળીયા પોલીસ તેમજ એલસીબીએ ભારે શોધખોળ કરીને આ બાળકીને ખાખરેચી ગામની સીમમાંથી શોધી કાઢી હતી અને તેના પરિવારજનોને સોંપવા તજવીજ હાથ ધરી છે.પોલીસે જણાવ્યું હતું કે,આ બાળકી તપાસ દરમિયાન ખાખરેચી ગામની સીમમાંથી એકલી મળી આવી હતી. આ બાળકીનું કોઈ અપહરણ કરી ગયા બાદ અહીં મૂકી દીધી કે બાળકી ભૂલી પડીને રખડતા ભટકતા અહીં પહોંચી તે તપાસનો વિષય હોય આગળની તપાસમાં આ બધી વિગતો બહાર આવશે.

- text

આ કામગીરીમાં માળીયા પીએસઆઇ,સોનારા, એલસીબી સ્ટાફના તેજસભાઈ, ચંદુભાઈ,દસુભા, ભરતભાઈ, ભગીરથસિંહ, નીરવભાઈ, સંજયભાઈ, શક્તિસિંહ, હરેશભાઈ સહિતના પોલીસ જવાનો રોકાયેલ હતા

- text