7મીએ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે ત્રણ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે

- text


મોરબી : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7મી મે ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાના અવસર પર, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 7મી મેના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે. સ્પેશિયલ ટ્રેનોની વિગત નીચે પ્રમાણે છે.

1) રાજકોટ-દ્વારકા-રાજકોટ (09519/09520)

આ ટ્રેન રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 કલાકે દ્વારકા પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન દ્વારકાથી 14.50 કલાકે ઉપડશે અને 18.40 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે.

2) ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (09591/09592)

- text

આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 21.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.

3) રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ (09537/09538)

આ ટ્રેન રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.

- text