તબાહી ! માવઠાના તોફાની પવનમાં જેતપર પીપળી રોડ ઉપર સીરામીક કારખાનાના ફુરચા ઉડ્યા

- text


ભારે પવન અને વરસાદને કારણે માટીખાતાનું ઓલીવેટર અને તેનું સ્ટ્રક્ચર પડી ગયું, શેડના પતરા પણ ઉડયા : પોણા કરોડ જેટલી નુકશાની

મોરબી : મોરબી પંથકમાં ગઈકાલે માવઠા રૂપી આફતમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા જેતપર પીપળી રોડ પર સીરામીક કારખાનાના માટી ખાતાના ફુરચા બોલી ગયા હતા અને અંદાજે પોણો કરોડની નુકશાની થઈ હતી અને ભારે પવન અને વરસાદને કારણે માટીખાતાનું એલીવેટર અને તેનું સ્ટ્રક્ચર પડી ગયું હતું અને શેડના પતરા ઉડયા હતા.આથી આ સીરામીક ફેક્ટરીને બંધ કરવી પડી હતી.

મોરબી પંથકમાં ગઈકાલે સાંજે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા સીરામીક ઝોન ગણાતા મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ જ્યુબેલી વોલ ટાઇલ્સ કંપનીમાં નુકશાન થયું હતું. જેમાં ભારે પવન અને કમોસમી વરસાદથી આ સીરામીક કારખાનાના માટીખાતાનું એલીવેટર અને તેનું સ્ટ્રક્ચર પડી ગયું હતું અને કંપનીના સાયલો ડિપાર્ટમેન્ટના પતરા પણ ઉડી ગયા હતા. જેથી ભારે નુકશાન થતા આ સીરામીક ફેક્ટરીને તાત્કાલીક બંધ કરવી પડી હતી અને અંદાજે 60થી 70 લાખનું નુકશાન થયાનો કંપનીના માલિકે અંદાજે દર્શાવ્યો છે.

- text

- text