મોરબી પંથકમાં કમોસમી વરસાદ, ખાખરળામાં વૃક્ષ ધરાશાયી

- text


ફરી ભર ઉનાળે માવઠું થતા ખેડૂતો ચિંતિત 

મોરબી : મોરબી પંથકમક આજે ફરી કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબીના ખાખરળા ગામે ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે આજે ફરી માવઠું થતા ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા

ટંકારા પંથકમાં આજે બપોરે ઘનઘોર અંધકાર વચ્ચે કમોસમી વરસાદ થયા બાદ સમી સાંજે મોરબી પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળે છે. આકાશમાં વાદળછાયા ઘનઘોર અંધકર વચ્ચે ધીમીધારે કમોસમી વરસાદ પડતાં ભર ઉનાળે ફરી ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા. ત્યારે મોરબીના ખાખરાળા ગામે ભારે પવનથી એક વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું હોવાના વાવડ મળ્યા છે. જો કે આજે ફરી માવઠું થતા ઉનાળુ પાકને નુકશાનીની ભીતિથી ખેડૂતો ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

- text

- text