મોરબીના ભરતનગર નજીક પંચરનો ધંધાર્થી દારૂ – બિયર સાથે ઝડપાયો

- text


ટાયરના ઢગલામાં દારૂ અને બિયરનો જથ્થો છુપાવી વેચાણ કરતો હતો 

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ભરતનગર નજીકથી ટાયર પંચરના ધંધાર્થીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામની સીમમાં દુર્ગા ટાયરની કેબીન પાછળ આરોપી ચંદનકુમાર મનોજભાઇ દાસ, રહે-બાપા સિતારામ કોમ્પ્લેક્ષ ભરતનગર, મૂળ ગામ માધોપુર શેખ ટોલી, ચમ્પારણ, બિહાર વાળો ટાયરના ઢગલામાં દારૂ છુપાવી વેચાણ કરી રહ્યો છે, જે બાતમીને આધારે દરોડો પાડતા ટાયર વચ્ચેથી રોયલ ચેલેન્જર વ્હીસ્કીની 15 બોટલ તેમજ સ્કોચ મેલ્ટસ ફોર સ્મુથનેશ ટુબોરજ પ્રિમીયમ સ્ટ્રોંગ કલાસીક બીયર ટીન નંગ-24 કિંમત રૂપિયા 2400 સહીત કુલ રૂપિયા 10,200નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text