મોરબીમાં પરપ્રાંતીય યુવતીનું યૌન શોષણ કરનાર આરોપી ઝડપાયો

- text


દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ મોરબી તાલુકા પોલીસે તુરંત કાર્યવાહી કરી

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સીરામીક કારખાનામાં રહીને મજૂરી કરતી યુવતી ઉપર તેના ભાઈના સાઢુંભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. જો કે, દુષ્કર્મ બાદ ભોગ બનનારના પરિવારે વતન મધ્યપ્રદેશમાં જઈને ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

- text

મૂળ મધ્યપ્રદેશના વતની અને અગાઉ મોરબી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સીરામીક યુનિટમાં રહીને પરિવાર સાથે મજૂરી કરતી 22 વર્ષીય યુવતી ઉપર તેના પરિવારના સંબંધી પંકેશ વાગરૂભાઈ નિનામાં નામના શખ્સે બળજબરીથી થોડા સમય અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીનો પરિવાર આ ઘટના બની એના એક અઠવાડિયા પહેલા જ મોરબી નજીક આ સીરામીક યુનિટમાં મજૂરી કામ કરવા આવ્યા હતા. જેમાં યુવતીના ભાઈનો સાઢુંભાઈ એવો આરોપી પંકેશ વાગરૂભાઈ નિનામાં મૂળ મધ્યપ્રદેશનો વતની અને અહીંયા સીરામીકમાં જ મજૂરી કરતો હોય સંબંધીના નાતે આ યુવતીના પરિવારને તે સીરામીક કારખાનામાં મજૂરી કામના બહાને લાવી યુવતી ઉપર નજર બગાડી અને સંબંધોને કલકિત કરીને દુષ્કર્મ આચર્યું હતું. આથી યુવતીએ પરિવારને આ દુષ્કર્મની વાત કરતા ઘટના બન્યા બાદ જે તે સમયે આ ભોગ બનનાર અને તેનો પરિવાર વતન મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો. અને મધ્યપ્રદેશમાંથી આ બનાવની ફરિયાદ નોંધાવતા જીરો નંબરથી ફરિયાદ દાખલ થઈને આવતા તાલુકા પોલીસે આ બનાવનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text