ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં મોરબીનો ડંકો : 83.22 ટકા પરિણામ

- text


સમગ્ર રાજ્યમાં હળવદ સેન્ટરનું 90.41 ટકા પરિણામ સાથે અવલ્લ

મોરબી : આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -12 સાયન્સના પરિણામમાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મેટ્રોસિટીને પછડાટ આપી મોરબી જિલ્લાએ 83.22 ટકા સાથે અવલ્લ સ્થાન મેળવ્યું છે, સાથે જ હળવદ સેન્ટરનું 90.41 ટકા પરિણામ આવ્યું છે.

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ – 12 સાયન્સના પરિણામમાં સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ મોરબી જિલ્લાનું 83.22 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 29.44 ટકા જાહેર થયું છે. આજે જાહેર થયેલ પરિણામમા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓ પાછળ રહી ગયા છે.

- text

મોરબી જિલ્લામાં ધોરણ – 12 સાયન્સમાં કુલ 1652 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જે પૈકી 1651 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાં ગ્રેડ વાઇસ પરિણામ જોઈએ તો A1-3 વિદ્યાર્થી, A2-મા 61, B1-મા 183, B2-મા 308, C1-મા 366, C2-મા 665, D-મા 87 અને E1-મા 1 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. આ સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં અને રાજ્યમાં હળવદ સન્ટરનું 90.41 ટકા સૌથી ઊંચું પરિણામ જાહેર થયું હતું.

- text