દેવું વધી જતાં ઘર છોડનાર મોરબીનો યુવાન પરત આવતા હાશકારો

- text


મોરબી : મોરબીમાં રો મટિરિયલ્સનો વ્યવસાય કરતો યુવાન અચાનક લાપતા થયા બાદ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આથી લાપતા થયેલો યુવાન હેમખેમ મળી આવતા પોલીસની પૂછપરછમાં આ રો મટિરિયલ્સના ધંધાર્થીએ દેવું વધી જવાથી ગામ છોડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રો મટિરિયલ્સનો ધંધો કરતો અને મૂળ હરિપર કેરાળા ગામનો વતની અને હાલ શહેરના રવાપર રોડ ઉપર વિદ્યુતતપાર્ક, સ્વર્ગ એપાર્ટમેન્ટમાં રહેતો 34 વર્ષીય સ્મિતભાઈ ગણેશભાઈ દેત્રોજા ગત તા.20 એપ્રિલના રોજ બપોરના સમયે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બની ગયો હતો. આથી યુવાનના પિતા ગણેશભાઈ કરમશીભાઈ દેત્રોજા સહિતના પરિવારજનોએ પુત્રની જાતે જ શોધખોળ કરી હતી. પણ પુત્રનો પત્તો ન લાગતા અંતે એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્રની ગુમસુદા નોંધાવતા પોલીસે યુવાનની શોધખોળ કરી હતી. એ દરમિયાન યુવાન હેમખેમ મળી આવતા પોલીસની પૂછપરછમાં આ લાપતા થયેલો યુવાન રો મટિરિયલ્સનો ધંધો કરતો હોય તેના કામ માટે પૈસાની જરૂર પડતા વ્યાજે પૈસા લીધા બાદ દેવુ વધી જતાં યુવાને ઘર છોડ્યું હોવાનું ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text