મોરબીમાં દે ધનાધન કમોસમી વરસાદ ! જિલ્લામાં પણ સાર્વત્રિક ઝાપટાં

- text


સવારથી ઘનઘોર વાદળો છવાઈ જતા ચોમાસા જેવો માહોલ

મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ બાદ આજે સવારથી મોરબી જિલ્લામાં ઘનઘોર વાદળોની જમાવટ વચ્ચે દે ધનાધન કમોસમી વરસાદ વરસી રહ્યો છે, આજ સવારથી મોરબી ઉપરાંત વાંકાનેર, માળીયા ટંકારા, આમરણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે રસ્તા ઉપર પાણી વહેતા કર્યા છે જો કે, હળવદમા વાદળ છાયા વાતાવરણમાં કોઈ કોઈ છાંટા વરસ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા આજે 29મી એપ્રિલ સુધી રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર કચ્છમા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી હતી જે મુજબ ગઈકાલે શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ચોમાસા જેવા માહોલમાં ગાજવીજ, ગડગડાટ સાથે પવનની ઝડીએ તરખાટ મચાવ્યા બાદ આજે સવારથી ફરી ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે મોરબી શહેરમાં કમોસમી મેઘરાજાએ ધડબડાટી બોલાવી મોટા ફોરે વરસાદ વરસાવ્યો છે.

બીજી તરફ મોરબી શહેર ઉપરાંત ટંકારા પંથકમાં પણ સવારથી દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે, સાથે જ આમરણ, વાંકાનેર, માળીયા તાલુકામાં પણ સવારે સાત વાગ્યાથી અત્યાર સુધી મેઘરાજ કમોસમી હેત વરસાવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે, હળવદ તાલુકામાં આ લખાય છે ત્યારે માત્ર વાદળછાયું વાતાવરણ હોવાનું અને કોઇ કોઈ છાંટા પડતા હોવાના સમાચાર સાપડી રહ્યા છે. મેઘરાજાની કમોસમી એન્ટ્રીને પગલે મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગફળી સહિતના વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત બન્યા છે.

- text

- text