હાર્ટ એટેકનો હાહાકાર ! બેંકમાં ગયેલા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

- text


મોરબી : છેલ્લા થોડા સમયથી હસતા, રમતા, દોડતા, વાતો કરતા કરતા અચાનક હાર્ટ એટેક આવી જવાથી ખાસ કરીને યુવાનોમાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે ત્યારે માળીયાના મોટા દહીંસરા ખાતે બેંકમાં ગયેલા યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર કેશવ હાઇટ્સમાં રહેતા શૈલેષભાઇ મગનભાઈ સંઘાણી ગત તા.26ના રોજ માળીયાના મોટા દહીસરા ખાતે બેંકમાં હતા ત્યારે અચાનક ગભરામણ થવાની સાથે છાતીમા દુખાવો ઉપડતા તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

- text