હજી માંગ ખંડણી લે.. ! મોરબીના વૃદ્ધ પાસે ખંડણી માંગનાર ઝબ્બે

- text


મોરબી : મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની હાંસી ઉડાવનાર જેલમાં બંધ ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડા નામના શખ્સે પોતાના ભાઈ મારફતે જેલમાંથી ફોન કરી સતવારા વૃદ્ધ પાસે રૂપિયા 2 લાખની ખંડણી માંગવા પ્રકરણમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ફોનમાં વાત કરાવનાર ડાડાના ભાઈ અલ્લારખાના ભાઈને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં રમેશ કોટન મિલમાં રહેતા હરગોવિંદભાઈ ચૌહાણ નામના વૃદ્ધને જેલમાં બેઠા બેઠા મોબાઈલ ફોનમાં રૂપિયા 2 લાખ ખંડણી આપવા ધમકી આપવા પ્રકરણમાં ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાના ભાઈ અલ્લારખાં તાજમહમદભાઈ જેડા નામના શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

- text