મોરબીમાં પ્રેમપ્રકરણમાં યુવાનને રહેંસી નાખનાર ત્રણ ઝડપાયા

- text


એલસીબી અને એસઓજી ટીમે ત્રણેય હત્યારાઓને ગણતરીની કલાકોમાં ઝબ્બે કર્યા

મોરબી : મોરબીના સરદાર રોડ ઉપર પ્રેમ પ્રકરણમાં યુવાનને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારનારા ત્રણેય આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારવાનો પ્રયાસ કરનારના શું હાલ થાય છે તેનો કડક અનુભવ કરાવ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની જાની શેરીમાં હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના યુવાનની સરદાર રોડ ઉપર હત્યા કરવા પ્રકરણમાં મોરબી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારા રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, મહિપતસિંહ બનેસિંહ વાઘેલા અને જીગરસિન્હ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા નામના શખ્સોને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

- text

આ સફળ કામગીરી મોરબી એલસીબી ટીમના પીઆઇ ડી.એમ.ઢોલ, એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા., કે.એચ.ભોચીયા, તથા એલસીબી, એસોસજી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ ટિમતેમજ મોરબી સીટી એ ડિવિઝન ટિમ દ્વારા કરવામાં આવી હતી.

- text