મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની શી ટીમે દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની શી ટીમે મોરબીના જુના નાગડાવાસ ગામેથી મળી આવેલ દિવ્યાંગ મહિલાનું તેમના પરિવાર સાથે મિલન કરાવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાગડાવાસ ગામના પાટીયા પાસે એક મહિલા મળી હતી. શી ટીમે મહિલાને પુછતા નામ લાલી હોવાનું જણાવ્યું હતું અને મહિલા દિવ્યાંગ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ આ મહિલાને શી ટીમ પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને પુછપરછ કરતાં તે અમદાવાદના વટવા વિસ્તારની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ શી ટીમે વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આ મહિલાનું નામ સરીતાબેન ઉર્ફે લાલીબેન જીગરભાઈ ઠાકોર હોવાનું અને જશોદાનગરની રમેશભાઈની ચાલીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

- text

બાદમાં શી ટિમ દ્વારા મહિલાના પરિવારનો સંપર્ક કરતા મહિલાના માતા અમદાવાદથી મોરબી આવ્યા હતા અને આ મહિલાનું તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. એક મહિનાથી ઘરેથી નીકળી ગયેલી દીકરી મળી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અઇને શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text