મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું

- text


મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થિનીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના સો દિવસ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જિલ્લા ભાજપ અને વહિવટી તંત્ર સાથેની મુલાકાત દરમિયાન સ્કાયમોલ ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થિનીઓ દ્વારા પુષ્પવર્ષાથી મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

- text