મોરબી સબ જેલમાં મુસ્લિમ બંદીવાનોએ ઈદની ઉજવણી કરી

- text


મોરબી : આજ રોજ રમજાન ઈદની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલમાં બંધ મુસ્લિમ બંદીવાનોએ રમજાન ઈદની ઉજવણી કરી હતી.

મોરબી સબ જેલમાં રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ બંદીવાનોને મૌલાના ઈશાકારી પઠાણ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી. તેમજ ગુનાઓ નહીં આચરવાની અને ભાઈચારાથી રહેવાની સમજ આપી હતી. આ તકે અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર પી.એમ.ચાવડા સહિતના જેલ સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text