વાંકાનેરમાં દીપડા અને મોરબીમાં ખૂંટિયાઓનો આંતક

- text


રવાપર રેસિડેન્સી અને જેલ રોડ ઉપર આખલાઓએ ખાસ્સો સમય સુધી દંગલ મચાવ્યું

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેરમાં દીપડા અને મોરબીમાં ખૂંટિયા આંતક મચાવી રહ્યા છે. મોરબીમાં તંત્રના પાપે ખુટિયાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. જેમાં આજે મોરબીમાં બે સ્થળે ખુટિયાઓએ આંતક મચાવ્યો હતો. રવાપર રેસિડેન્સી અને જેલ રોડ ઉપર આખલાઓએ ખાસ્સો સમય સુધી દંગલ મચાવ્યું હતું. આથી લોકો ભયજનક હાલતમાં મુકાય ગયા હતા.

મોરબી શહેરમાં રેઢિયાળ તંત્રના પાપે રેઢિયાળ ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા મોરબીના નવા હાઉસિંગ પાછળ જ્ઞાનપથ સ્કૂલની બહાર ખુટિયાઓએ આતંક મચાવીને વાહનોનો કડુસલો બોલાવી દીધો હતો. ત્યારે મોરબીના રવાપર ઘુંનડા રોડ ઉપર આવેલ રવાપર રેસિડેન્સી સામે ગતરાત્રે બે કલાક સુધી ખુટિયાઓએ ધામાસાણ મચાવ્યું હતું અને જાહેર રોડ ઉપર બે ખુટિયાઓ સામસામે આવી જતા બન્ને વચ્ચેની લડાઈથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત આજે જેલ રોડ ઉપર બે ખુટિયાઓ વચ્ચે કાંટે કી ટક્કર જેવી બરોબરની લડાઈ જામી હતી અને બને ખુટિયાઓ વચ્ચે ખાસ્સો સમય સુધી લડાયક મૂડ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આથી શહેરમાં વારંવાર ખુટિયાઓ આંતક મચાવતા હોય તંત્ર આ રઝળતા ઢોરને પકડવા કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી હતી.

- text

- text