મોરબીમાં મુખ્યમંત્રીના આગમનને લઈ તડામાર તૈયારીઓ

- text


સીએમના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરીને નિરીક્ષણ કરાયુ

મોરબી : આવતીકાલે તા.21મીએ મોરબી આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપ દ્વારા મુખ્યમંત્રીને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી જે રૂટ ઉપર આવવાના છે તે તમામ રૂટો અને બેઠકોના સ્થળ ઉપર સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે 10 વાગ્યે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને આવતીકાલે તેઓ એકી સાથે પાંચ મેરેથોન બેઠકોને સંબોધન કરનાર છે. ભાજપના કાર્યકરો, જન પ્રતિનિધિ અને વહીવટી તંત્ર સાથે બેઠક કરીને મોરબી જિલ્લાના પ્રશ્નોની વિગતે ચર્ચા સમીક્ષા કરશે.ત્યારે સીએનના આગમનને લઈને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં મચ્છુ ડેમની બાજુમાં મેટ્રો ગાઉન્ડમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હોય ત્યાંથી સીએમના સ્કાય મોલ ખાતે યોજાનાર બેઠકો તેમજ રિર્ટન રૂટ રવાપર ચોકડી અને જિલ્લા ભાજપના કાર્યાલયની મુલાકાત લેનાર હોય આ તમામ રૂટનું રિહર્સલ કરીને નિરીક્ષણ કરાયું હતું.

રિહર્સલ દરમિયાન મુખ્યમંત્રીના રૂટના સ્થળો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો અને સીએમના બંદોબસ્તમાં એક ડીવાયએસપી, પાંચ પીઆઇ, 9 પીએસઆઇ, 165 જેટલા પોલીસ કર્મીઓ અને 61 જીઆરડી સહિત 241નો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. સીએમનો રૂટ બારોબારનો હોય શહેરમાં ટ્રાફિકની કોઈ અગવડતા નહિ પડે પણ બારોબારના રૂટમાં થોડી ઘણી ટ્રાફિકની સમસ્યા રહેશે.

- text

- text