હળવદના પાંડાતિરથ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, ધીરૂ ફરાર  

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના પાંડાતિરથ ગામે સ્મશાનની પાછળ, પાણીના વોકળામાં બાતમીને આધારે દરોડો પાડી સુંદરગઢ ગામના ધિરુભાઇ ટપુભાઇ ખાંભડીયાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી રૂ. 1720નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી ધીરુ હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text