મોરબીમા સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બિલાલ જેલહવાલે

- text


બહેનને ઉપાડી જવાની ધમકી આપી ચાર વર્ષમાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારથી શહેરમાં શાળાએ આવતી સગીરાનું અપહરણ કરીને તેની બહેનને ઉપાડી જવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારનાર બિલાલને જેલહવાલે કરવામાં આવ્યો છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા શહેરમાં શાળાએ જતી હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક (ઉ.વ.22) નામના શખ્સે આંટાફેરા કરી આ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાના મકાને ઉપાડી ગયો હતો. જ્યાં સગીરાની બહેનને ઉપાડી જવાની ધમકી આપી સગીરા ઉપર આ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ ચાર વર્ષના સમયમાં સગીરાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પોતાના માણસો તેણીના ઘરે આવીને જોઈ લેશે તેવી આ શખ્સે દમદાટી મારી હતી.

- text

સમગ્ર બનાવની સગીરાએ પોતાના પરિવારને હકીકત જણાવતા અંતે સગીરાની માતાએ હિંમત દાખવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીને કોર્ટના રજૂ કરાયા બાદ જેલહવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text