તંત્ર ક્યારે જાગશે ? મોરબીમાં ખુટિયાઓનો આંતક યથાવત, વાહનોને હડફેટે લીધા

- text


બે બાઈક અને સાત સાયકલોનો કડુસલો

મોરબી : મોરબી નજીક આવેલી જ્ઞાનપથ સ્કૂલની બહાર પાર્કિગમાં બે ખુટિયાઓએ આંતક મચાવ્યો હતો અને બન્ને ખુટિયાઓએ પાકિગને રણમેદાન બનાવીને દંગલ મચાવી વાહનોને ઢીકે ઉલાળીયા હતા. જેમાં સ્ટાફના બે બાઈક અને વિદ્યાર્થીઓની સાત સાયકલોનો કડુંસલો બોલી ગયો હતો.

મોરબીના શનાળા રોડ ઉપર નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલી જ્ઞાનપથ સ્કૂલના સંચાલક અમિતભાઈએ જણાવ્યું હતું કે, તેમની સ્કૂલની બહાર આવેલા વાહન પાર્કિગમાં આજે બપોરે બે ખુટિયા અચાનક જ ભૂરાટા થયા હતા અને એકબીજાના શિંગડા ભરાવી બન્ને ખુટિયાએ એકબીજાને ખદેવડવા ભારે બળપ્રયોગ કરતા સ્કૂલનું પાર્કિંગ યુદ્ધનું મેદાન બની ગયું હતું લગભગ 20 મીનિટ સુધી આ ખુટિયાઓ દંગલ મચાવ્યું હતું. જેમાં સ્કૂલના પાકિગ ઉપર ખુટિયાઓ બેવડા જોશથી ત્રાટકતા સ્ટાફના બે બાઈક અને વિદ્યાર્થીઓની સાત સાયકલ હડફેટે ચડી જતા નુકસાન થયું હતું.સદભાગ્યે બાળકો સ્કૂલમાં ભણતા હતા. જો રિસેશ કે શાળા છુંટવાના સમયે આ ઘટના બની હોત તો વિદ્યાર્થીઓને હાનિ પહોંચવાની દહેશત હતી. જો કે આ ઘટનામાં સ્કૂલ વાન સહિત મોટા વાહનો પણ બચી ગયા હતા. મોરબીમાં વારંવાર ખૂટિયાઓ ત્રાસથી અનેક વિસ્તારોમાં ખોફનો માહોલ સર્જાય છે. ત્યારે આ બાબતે તંત્ર ઝડપથી પગલાં ભરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

- text

- text