જમ્મુ કાશ્મીરમાં મોરબીના ઝૂલતા પુલ જેવી દુર્ઘટના : અનેક ઘાયલ 

- text


ઉધમપુરમાં વૈશાખીના મેળા દરમિયાન ચિનૈનીમાં પુલ તૂટી પડતા 80થી વધુ લોકો ઘાયલ, 6 ગંભીર 

મોરબી : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં વૈશાખીના પર્વ દરમિયાન બ્રીજ તૂટી પડતા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના જેવી જ આ દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા જેમાં 6 લોકોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ ઉધમપુર જિલ્લાના ચિનૈનીના બૈન ગામમાં બેની સંગમ મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે વૈશાખી પર મોટો મેળો યોજાઈ છે. શુક્રવારે વૈશાખીનો મેળો ચાલી રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સંગમ પર નદીને પાર કરવા માટે બનાવાયેલ લોખંડનો જૂનો પુલ ભીડના કારણે અચાનક જ તૂટી પડતા પૂલ તૂટવાને કારણે મોટી સંખ્યામાં લોકો નદીમાં પડ્યા હતા જેમાં ડઝનેક લોકો લોખંડના બ્રીજ નીચે ફસાય ગયા હોવાનું સત્તાવાર જાહેર થયું હતું. આ મામલે જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે બ્રીજ તૂટવાનું કારણ ઓવરલોડિંગ ગણાવ્યું હતું.

- text

વધુમાં ઉધમપુર જિલ્લાના એસએસપીના જણાવ્યા મુજબ, તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. શરૂઆતમાં 6 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી હતી. જો કે ચિનૌની નગર પાલિકાના અધ્યક્ષના જણાવ્યા મુજબ દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 20થી 25 લોકોને ગંભીર ઈજા થઈ છે. કેટલાંક લોકોની સ્થિતિ વધુ ગંભીર છે. જેમાંથી 6 લોકોને ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં રેફર કરાયા હતા.

- text