હોય નહીં…..નેતાજીનું પોસ્ટર ફાડનાર કુતરા વિરુદ્ધ FIR

- text


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવાની ગુસ્તાખી કરનાર કુતરા વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : દેશમાં અજીબો ગરીબ ગુન્હા નોંધાઈ રહ્યા છે, ઉંદરના કતલ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની ઘટના બાદ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવા બદલ એક કૂતરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેલુગુ દેશમ પાર્ટી – ટીડીપીના નેતા દાસારી ઉદયા શ્રીએ પાયકારાઓપેટ પોલીસ સ્ટેશનમાં કૂતરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મીડ-ડે ગુજરાતીના અહેવાલ મુજબ વિજયવાડામાં બનેલી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કૂતરો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના પોસ્ટરને ફાડી રહ્યો છે.આ વીડિયો વાયરલ થયા બાદ ટીડીપી નેતા ઉદયા શ્રીએ પોલીસ સ્ટેશનમાં કૂતરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ઉદયા શ્રીએ કહ્યું છે કે, આ કૃત્ય મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીનું અપમાન છે અને સાથે જ તેના ગુનેગારોને ધરપકડ કરવાની માંગ કરી છે.

- text

મીડિયાના અહેવાલો મુજબ, આ ઘટનાની વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે કટાક્ષપૂર્ણ હોવાનું જણાય છે. ટીડીપી નેતાએ કહ્યું કે જેમણે કૂતરાને આંધ્રના સીએમ જગન રેડ્ડીના પોસ્ટર હટાવવા માટે ઉશ્કેર્યા હતા તેઓને આ ઘટના માટે જવાબદાર ગણવા જોઈએ. તેમજ તેમની ધરપકડ થવી જોઈએ.

- text