1લી જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા, 31 ઓગસ્ટે સમાપન

- text


બર્ફીલા બાબાની પવિત્ર યાત્રા માટે આગામી તા.17 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે 

મોરબી : અમરનાથ યાત્રા માટે સરકાર સમયપત્રક જાહેર કરી દીધું છે. આ વર્ષે 1લી જુલાઈથી બર્ફાની બાબાની યાત્રા શરૂ થશે જે 62 દિવસ સુધી ચાલશે. અમરનાથ યાત્રા માટે 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. આ યાત્રા 1લી જુલાઈથી શરૂ થશે જેનું સમાપન 31 ઓગસ્ટ 2023નાં રોજ થશે.

- text

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે પવિત્ર તીર્થયાત્રા અને રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરતા કહ્યું કે પ્રશાસન સુચારુ અને પરેશાની મુક્ત તીર્થ યાત્રા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થશે જેનું સમાપન 31 ઓગસ્ટ 2023નાં રોજ થશે.પ્રશાસન યાત્રાએ આવતા તમામ ભક્તો અને સેવા પ્રવૃતિ માટે આવતા લોકોના સારા સ્વાસ્થ્ય અને અન્ય જરુરી સુવિધાઓ પ્રદાન કરશે. તીર્થયાત્રા શરૂ થતા પહેલા ટેલીકોમ સેવાઓ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- text