ટંકારાના નેકનામ ગામે પવનચક્કી માટે આડેધડ વિજલાઈન નાખતા ગ્રામજનોમાં રોષ

- text


ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી આડેધડ વિજલાઈન નાખવાની કામગીરી બંધ ન થાય તો ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકી આપી

મોરબી : ટંકારાના નેકનામ ગામે પવનચક્કી માટે આડેધડ વિજલાઈન નાખતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે અને ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી આડેધડ વિજલાઈન નાખવાની કામગીરી બંધ ન થાય તો ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકી આપી છે. આથી કલેકટરે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ટંકારાના નેકનામ ગામે છેલ્લા છ માસથી પવનચક્કી ઉભી કરી તેમાંથી ઉતપન્ન થતા પાવરને વિરવાવ ગામે આવેલા સ્ટેશને પહોંચાડવા માટે વિજલાઈનો ઉભી કરવામાં આવી રહી છે. પવનચક્કીથી ઉતપન્ન થતા પાવરને વિરવાવ સુધી પહોંચાડવા માટે પવનચક્કી ખેડૂતની જમીનથી કેટલી દૂર હોવી જોઈએ ? તેમજ વિજલાઈન કેટલા પહોળા રસ્તામાં પસાર કરવી જોઈએ ? તેની સરકારની ગાઈડલાઈનની ખેડૂતોને કોઈ જાણકારી આપવામાં આવી નથી. ખેડૂતો, પશુપાલકોની ઘરાર અવગણના કરીને કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો મનમાની ચાલવીને સાકડા રસ્તામાંથી વિજલાઈન પસાર કરે છે. આડેધડ વિજલાઈન નાખવાથી ખેડૂતોને જીવનું જોખમ રહે છે.ખેડૂતોની જમીનમાં વિજલાઈન નાખીને ખેડૂતોના હિતની ઉપેક્ષા કરવામાં આવે છે. જેથી આ કામગીરી બંધ ન થાય તો ખેડૂતો અને ગ્રામજનોએ ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની ચીમકી આપી છે.

- text

- text