મોરબીના નવયુગ ગ્રુપ દ્વારા 3500 રામ નામના પત્રો લખી અયોધ્યા મોકલાશે

- text


હનુમાન જયંતિએ 3500 રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટે આજે અનોખો રેકોર્ડ સજર્યો હતો. જેમાં નવયુગ સંકુલના વિધાર્થીઓએ 3500 જેટલા રામનામના પત્રો તૈયાર કરીને અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્ય મોટે મોકલવાનો નિર્ણય કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે હનુમાન જયંતિએ 3500 રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ટ્રસ્ટના સંસ્થાપક પી.ડી.કાજીયાએ જણાવ્યું હતું કે, તેમના સમગ્ર નવયુગ સંકુલમાં હનુમાનજીની મુર્તિ વર્ષોથી બિરાજમાન કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. દરમિયાન આજે હનુમાન જયંતિ હોય હનુમાનજી રામજીના પરમ ભક્ત હોવાથી આદરણીય વડાપ્રધાન મોદીના નેતુત્વ હેઠળ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે આ નિર્માણ કાર્યને સહયોગ આપવા માટે ભગવાન રામના પત્રો લખીને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ચરણોમાં સમર્પિત કરવાનો અદભુત વિચાર આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે ભક્તિભાવના કેળવાય તે માટે તેમના તથા તેમના વાલીઓના હસ્તે ભગવાન રામના નામના ચિત્રો સાથે પત્રો લખીને તૈયાર કરવામાં આવ્યા હતા. આ રીતે 3500 રામ નામના પત્રો તૈયાર કરીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ધ રેકોર્ડમાં નામ નોંધાવીને આ રેકોર્ડ કાયમ કરવામાં આવ્યો છે અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ધ રેકોર્ડ સંસ્થા દ્વારા આ રેકોર્ડ સર્જાયાનું પ્રમાણ પત્ર નવયુગ ગ્રુપને એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે નવયુગ ગ્રુપ દ્વારા તૈયાર કરેલા રામ નામના પત્રો હવે અયોધ્યા મોકલાશે.

- text

- text