મોરબીમાં લકઝરી બસે ઠોકર મારતા વાનગી પીરસવાને બદલે મહિલાઓ હોસ્પિટલે પહોંચી

- text


વહેલી સવારે ગણેશ ટ્રાવેલ્સની બસે રામચોક નજીક સીએનજી રીક્ષાને ટક્કર મારતા કેટરિંગમાં જતી પાંચ મહિલાઓ ઘાયલ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રામચોક પાસે ખાનગી બસે રિક્ષાને ઠોકર મારતા પાંચ મહિલાઓને ઇજા પહોંચી હતી. વહેલી સવારે બનેલા આ બનાવમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રિક્ષામાં બેસીને 7 મહિલાઓને પાવડીયારીએ કેટરિંગ માટે જતી હતી તે વખતે અકસ્માત નડ્યો હતો.

મોરબીમાં કેટરિંગનું કામ કરતી સાત જેટલી મહિલાઓ આજે વહેલી સવારે એક રિક્ષામાં બેસીને પાવડીયારીએ કેટરિંગના કામ માટે જઈ રહી હતી ત્યારે મોરબીના રામચોક પાસે ખાનગી બસે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગણેશ ટ્રાવેલ્સની ખાનગી બસે રીક્ષાને ઉડાવતા રિક્ષામાં બેસેલી કેટરિંગનું કામ કરતી પાંચ મહિલાઓને ઇજા પહોંચી હતી.જેમાં શબાના ફિરોજ જેડા (ઉ.વ.17 રહે લીલાપર રોડ, મોરબી), કાજલ કાંતિલાલ મકવાણા (ઉ.વ.21 રહે રબારી વાસ મોરબી), રજીયાબેન અલ્લારખાભાઈ (ઉ.વ.38 રહે સબજેલ પાસે મોરબી), રોજીનાબેન (રહે મકરાણી વાસ મોરબી)ને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી એક મહિલાને ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

- text

- text