મોરબી નેશનલ હાઇવે ઉપર લખધીરપુર નજીક જીવલેણ ગાબડા 

- text


જીવલેણ ગાબડામાં દરરોજ ફસાતા અનેક વાહનો, વાહનો ધીમે ચાલતા ટ્રાફિકની પણ સમસ્યા વધી

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લખધીરપુર રોડના વણાંક પાસે જીવલેણ ગાબડા પડ્યા છે.જીવલેણ ગાબડામાં દરરોજ અનેક વાહનો ફસાય જાય છે. ગાબડાને કારણે વાહનો ધીમે ચાલતા ટ્રાફિકની પણ સમસ્યા વધી ગઈ છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લખધીર પુર રોડ જવાના નાકા પાસે વણાંક ઉપર મસમોટા ગાબડા પડ્યા છે. આ ગાબડાની પહોળાઈ એટલી વધુ છે કે જરાક ધ્યાન ન રાખો તો અકસ્માત સર્જાય એમ છે અને ગાબડા ઓળંગવા મુશ્કેલ બનતા દરરોજ અનેક વાહનો ફસાય જાય છે. આ ખાડાના કારણે વાહનો ધીમે ચાલતા હોય વારંવાર અહીંયા ટ્રાફિકજામ સર્જાય છે.હાઇવે તરફ વળવા માટે વાહનો ધીમા પડે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર થોડા સમય પહેલા રીપેર કરવામાં આવ્યો હતો.પણ થુંકના સાંધા કર્યા હોય એમ થોડા સમયમાં ગાબડા પડી ગયા છે. ભારે વાહનોની ઘણી અવરજવર હોય છતાં સર્વિસ રોડનું રિપેરીગ કરવામાં વેઠ ઉતારતા આ હાઇવેની બદતર હાલત થઈ ગઈ છે. ખાડાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હોય હાઇવે ઓથોરિટી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text