કોરોના સામે બાથ ભીડવા ટંકારાની સરકારી હોસ્પિટલ સજ્જ હોવાનો દાવો 

- text


ટંકારાઃ હાલ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ટંકારાની સરકારી હોસ્પિટલ કોરોના સામે બાથ ભીડવા માટે સજ્જ છે. સરકારી હોસ્પિટલમાં એમડી ડોક્ટરની જગ્યા ભરાઈ ગયા બાદ હાલ 50 બેડની કોવિડ હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધા સાથે તૈયાર હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

ટંકારા હોસ્પિટલમાં દરરોજના 10 જેટલા દર્દીઓના કાર્ડિઓગ્રામ એમડી ડોક્ટર મીત ચીખલીયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ અત્યાર સુધીમાં 35 દર્દીઓની એન્જિઓગ્રાફી કરીને તેમાંથી 20 દર્દીઓને આયુષ્માન ભારત કાર્ડ થકી બલુન બેસાડીને નવજીવન આપવામાં આવ્યું છે. ટંકારાની સરકારી હોસ્પિટલમાં ઘણા વર્ષોથી એમડી ડોક્ટરની જગ્યા ખાલી હતી ત્યારે ડો. ચીખલીયાના પુત્ર ડો. દિપ ચીખલીયાએ પોતાના વતનની સરકારી હોસ્પિટલની પસંદગી કરીને અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. નાના-મોટા અકસ્માતોમાં ટંકારાના દર્દીઓને મોરબી અને રાજકોટના ધક્કા અટક્યા છે.

- text

- text