દૂધ મોંઘુ ! અમૂલ દૂધના ભાવમાં આજથી લિટરે રૂ.3 સુધીનો વધારો 

- text


શક્તિ, ગોલ્ડ, તાજા, ટી-સ્પેશિયલ સહિતના દૂધ મોંઘા થયા 

મોરબી : સામાન્ય જનતા માટે આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવી સ્થિતિ વચ્ચે પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2થી 3 રૂપિયાનો વધારો ઝીકતા ગૃહિણીઓના બજેટમાં મહિને દહાડે થનારા ખર્ચમાં વધારો થશે.

- text

અમૂલ ડેરી દ્વારા બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાથી 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અમૂલે છેલ્લા છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કર્યો છે. અમૂલ દ્વારા ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું દુધ, બફેલોના દુધ સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2થી લઈ 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મોરબી સહિત રાજ્યભરમાં અમુલના કેટલાક વિક્રેતાઓ દ્વારા દૂધ અને છાસના ભાવમાં છુટા પૈસા ન હોવાના નામે નિયત ભાવથી 1થી 2 રૂપિયા વધારે લેતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

- text