મોરબી સબજેલ નજીકથી સુમિત દારૂની 19 બોટલ સાથે ઝડપાયો, ધીરેન ફરાર

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી સબજેલ નજીકથી સુમિત ઉર્ફે સમીર ગોવિંદભાઇ ચૌહાણ નામના યુવાનને વોડકા અને વ્હીસ્કીની અલગ અલગ બ્રાન્ડની 19 બોટલ કિંમત રૂપિયા 6450 સાથે ઝડપી લીધો હતો અને આ દારૂના આ ધંધામાં આરોપી ધીરેન દિનેશભાઇ ચાવડાની સંડોવણી હોવાની આરોપીએ કબુલાત આપતા સીટી એ ડિવિઝન પોલીસે સુમિત ઉર્ફે સમીરને ઝડપી લઈ આરોપી ધીરેનને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text