મોરબીના એવન્યુ પાર્કમાં ડાઘીયાઓનો આંતક, છ લોકોને બચકા ભર્યા

- text


કૂતરાએ આંતક મચાવતા સ્થનિકોમાં રોષ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં કૂતરાનો આંતક મચાવ્યો હતો આ કૂતરું છ વ્યક્તિને કરડયું હતું.કૂતરાએ આંતક મચાવતા સ્થનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા અશ્વિનભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે, રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં છેલ્લા ત્રણ દિવસથી કૂતરાનો આંતક છે અને જે ઝપટે ચઢે એને બચકા ભરી લે છે. આ રીતે ત્રણ દિવસમાં છ વ્યક્તિને કૂતરાએ બચકા ભરતા ત્રણને સિવિલ હોસ્પિટલમાં અને બીજા ત્રણને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ વિસ્તારમાં કૂતરાનો ભારે ત્રાસ હોય વધુ કોઈ વ્યક્તિને શિકાર બનાવે તે પડેલા નગરપાલિકા આ કૂતરાને પકડવાની કામગીરી કરે તેવી માંગ કરી છે.

- text

- text