મોરબીના તબીબે જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો 

- text


મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિરમાં ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને મોરબીના ડોક્ટર પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફરે જન્મદિવસની ઉજવણી કરી હતી.

મૂળ મોરબીના નવાગામ(લખધીરનગર)ના વતની અને હાલમાં કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભુજ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબ ડો. પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફરે આજરોજ પોતાના જન્મદિવસ નિમિત્તે જલારામ પ્રાર્થના મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું અને લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી એક નવી રાહ ચીંધી હતી. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિનની શુભકામના પાઠવી હતી.

- text

- text