મોરબીમા કેનાલમાં ગટરના પાણી મામલે મુખ્યમંત્રીને રાવ

- text


મોરબીઃ મોરબીમાં રવાપર ચાર રસ્તાથી મચ્છુ–2ની મેઈન કેનાલમાં ગટરનું પાણી આવી રહ્યું છે જે બંધ કરાવવા મોરબીના સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text

કાંતિલાલ બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું કે, મોરબીમાં મચ્છુ– 2 ડેમ આવેલો છે. આ ડેમની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે. છેલ્લા એક મહિનાથી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. આ પાણી બંધ થતા હવે કેનાલમાં ગટરનું પાણી ચાલુ થયું છે. આ પાણીની દુર્ગંધ આવે છે. તેમજ ગટરનું પાણી દુષિત પાણી હોવાથી મચ્છર તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ થાય છે. જેના કારણે આસપાસ રહેતા લોકોમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોનો ફેલાવો થઈ રહ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો આ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે.

- text