મોરબી જિલ્લાની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો

- text


હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો

મોરબી : મોરબી જિલ્લાની એકમાત્ર મહિલા દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા દૂધની ખરીદીના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની સીઝનમાં ઘસાચરાના ભાવવધારાને ધ્યાનમાં રાખી દૂધની ખરીદીમાં ભાવ વધારો કરાયો છે.

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મયુર ડેરી દ્વારા છેલ્લા દસ દિવસમાં દૂધની ખરીદીમાં રૂ.30નો વધારો કરી દૂધ ઉત્પાદકોને લાભ આપવામાં આવ્યો છે. આ અંગે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન હંસાબેન અને નાફેડના ડિરેક્ટર મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની સીઝનમાં ઘાસચારાના ભાવો આસમાને આંબતા દૂધ ખરીદવામાં ભાવ વધારો કરવો પડ્યો છે. ગત તા.21 માર્ચના રોજ પ્રતિ કેજી ફેટ મુજબ રૂ.20નો વધારો કર્યો હતો અને 1 એપ્રિલથી પ્રતિ કિલો રૂ.800 ચૂકવવામાં આવશે. સંઘ દ્વારા મંડળીઓને ખરીદભાવ રૂ.800 ચૂકવવામાં આવશે.જેમાંથી રૂ.5નો વહીવટી ચાર્જ રાખી દૂધ ઉત્પાદકોને રૂ. 795 ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

- text