ઓનલાઇન શોપિંગમાં મોરબી જેવા નાના શહેરોએ મહાનગરોને પાછળ છોડ્યા

- text


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલ સર્વે મુજબ મેટ્રો સિટીથી 77 ટકા વધુ નાણાં નાના શહેરના લોકોએ ખર્ચ કર્યા

મોરબી : અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા મહાનગરોના લોકો કરતા મોરબી જેવા નાના શહેરોના લોકોએ ઓનલાઈન શોપિંગ પાછળ 77 ટકા વધુ નાણાં વાપર્યા છે, લગભગ એક તૃતીયાંશ લોકો દર બીજા અને ત્રીજા દિવસે ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પર સમય પસાર કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા સોમવારે જાહેર કરાયેલ ડિજિટલ રિટેલ પ્લેટફોર્મ્સ અને કન્ઝ્યુમર ઇમોશન એન ઇન્ડિયન પરસ્પેક્ટિવ સર્વે રિપોર્ટમાં આ હકીકત બહાર આવી છે. આ સર્વે મેથી સપ્ટેમ્બર 2022 દરમિયાન કરવામાં આવ્યો હતો.

જાગરણ ગુજરાતીના રિપોર્ટ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રમુખ પ્રો. પંકજ સેતિયા, ઇન્ફોર્મેશન સિસ્ટમના આસિસ્ટન્ટ પ્રોફેસર. સ્વાનંદ દેવધર અને સીડીટી રિસર્ચ મેનેજર ઉજ્જવલ દધીચી તરફથી તૈયાર કરાયેલ રિસર્ચમાં મહિલાઓએ કપડાની ફેશન પ્રોડક્ટ્સ ખરીદી હતી જ્યારે પુરુષોએ વધુ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ ખરીદી હતી. 72 ટકા લોકોએ કોરોના મહામારી દરમિયાન અને પછી ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું હતું.

આ સર્વે રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગ્રાહક ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતી વખતે સરેરાશ 34-35 મિનિટનો સમય વિતાવે છે. છેલ્લા એકથી ત્રણ વર્ષમાં 72 ટકા લોકોએ ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું છે, જે દર્શાવે છે કે કોરોના મહામારી પછી લોકોનો ઓનલાઈન શોપિંગ તરફનો ઝોક વધ્યો છે. 90% ગ્રાહકોએ તેમની છેલ્લી ઓનલાઈન ખરીદી પર રૂ. 10,000 કરતા ઓછો ખર્ચ કર્યો હતો.

- text

ગ્રાહકો ખરીદી કરતા પહેલા ઘણી વેબસાઇટ્સ પર ઉત્પાદન સંબંધિત માહિતી લે છે. તેને લગતી રિવ્યૂઝ વાંચી અને પછી ખરીદે છે, જ્યારે 60 વર્ષથી ઉપરના ગ્રાહકો એક જ પ્લેટફોર્મ પરથી ખરીદી કરે છે.મહિલાઓની સરખામણીમાં પુરુષોએ ઓનલાઈન શોપિંગ પર 36 ટકા વધુ ખર્ચ કર્યો છે. જે ઉપભોક્તાઓ ઓનલાઈન શોપિંગ પર સૌથી વધુ ખર્ચ કરે છે તેઓ 35 વર્ષથી વધુ ઉંમરના છે. તેઓએ રૂ. 10,000થી વધુનો ખર્ચ કર્યો, જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રૂ. 1,500 ખર્ચ્યા. આ દર્શાવે છે કે વૃદ્ધ ગ્રાહકો પણ ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ ઓનલાઈન ખરીદી કરતી વખતે પ્રોડક્ટ ડિલિવરી સમય અને રિટર્ન પોલિસી પર વધુ ધ્યાન આપે છે જ્યારે પુરુષો પ્રોડક્ટની ગુણવત્તા, EMI વિકલ્પો અને ઓનલાઈન ભલામણો પર વધુ ધ્યાન આપે છે.

- text