અધધધ….. બહેનને રૂપિયા 8 કરોડ 1 લાખનું મામેરું

- text


રાજસ્થાનમાં ભાજપના નેતા સહિતના છ ભાઈઓએ મળી બહેનને મામેરામાં બે કરોડ રોકડથી લઈ સ્કૂટી, ટ્રેક્ટર અને 100 વિઘા જમીન આપી

મોરબી : છ ભાઈઓની એકની એક બહેનના ઘેર શુભપ્રસંગ આવતા ભાજપના બે નેતાઓ સહિતના છ ભાઈઓએ સાથે મળી પોતાની લાડકી બહેનને અધધધ કહી શકાય તેવું આઠ કરોડ એક લાખ રૂપિયાનું મામેરું ભેટ ધર્યું હતું. આ મામેરામાં બે કરોડ રોકડથી લઈ સ્કૂટી, ટ્રેક્ટર અને 100 વિઘા જમીનનો સમાવેશ થાય છે.

આઇએમગુજરાત ન્યૂઝના રિપોર્ટ મુજબ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ઢીંગસરા ગામના મેહરિયા પરિવારે રાયધનુ ગામ જાઈને બહેન ભંવરી દેવીનેે ઐતિહાસિક મામરે ભરી આપ્યું છે. 8 કરોડ 1 લાખ રૂપિયાનું ઐતિહાસિક મામેરું ભરવામાં આવ્યું હતું. છેલ્લા દસ દિવસ સુધી નાગૌર ગામમાં આ મામેરાની ચર્ચા થઈ રહી છે. જ્યારે રવિવારે આ મામેરુ ભરવામાં આવ્યુ ત્યારે જોનારા દંગ રહી ગયા હતા. મેહરિયા પરિવારમાં છ ભાઈ છે, જેમાંથી ભાગીરથ મહેરિયા અને અર્જુનરામ મહેરિયા બીજેપી નેતા છે.કારનો કાફલો લઈને મામેરુ ભરવા આવ્યા હતા.

- text

રાજસ્થાનના આ મહેરિયા પરિવારના છ ભાઈઓએ પોતાની એકની એક બહેનને મામેરુ ભરીને ઈતિહાસ રચી દીધો હતો. આ મામેરામાં ભાઈઓ ગાડીનો એક કિલોમીટર જેટલો વિશાળ કાફલો લઈને રાયધનુ ગામ પહોંચ્યા હતા. આ મામેરામાં બે કરોડ રૂપિયા રોકડા મુકવામાં આવ્યા હતા. ઉપરાંત એક કિલો 105 ગ્રામ સોનું અને 12 કિલોની ચાંદીની થાળી મુકવામાં આવી હતી. સોનાની કિંમત 71 લાખ અને ચાંદીની કિંમત 8 લાખ 80 હજાર રૂપિયા થાય છે. આ મામેરામાં ઘઉંથી ભરેલી એક ટ્રોલી પણ આપવામાં આવી હતી.

સાથે જ મહેરિયા પરિવારના ભાઈઓએ બહેનને 4 કરોડ 42 લાખ રૂપિયાની 100 વિઘા જમીન પણ મામેરામાં આપવામાં આવી છે. ગુઢા ભગવાનદાસ ગામમાં 50 લાખ રૂપિયાની 1 વિઘા જમીન પણ મામેરામાં આપવામાં આવી છે. 27 માર્ચના દિવસે ભરવામાં આવેલુ આ મામેરુ ઈતિહાસનું સૌથી મોટુ મામરું છે.રાયધનુ ગામમાં જે મામેરુ ભરવામાં આવ્યું છે, તે એ માટે ઐતિહાસિક છે કે, ભાઈઓએ બહેનની બધી જરૂરીયાત પૂર્ણ કરી હતી.

- text