પડધરીના મોવૈયા ગામના નામચીન બુકીએ મોરબીમાં જુગારધામ શરૂ કર્યુને, ઝલાયો

- text


દલવાડી સર્કલ નજીક પિતાપુત્ર સંચાલિત જુગાર કલબમા જુગાર રમવા આવેલા 7 જુગારી ઝડપાયા, 1.64 લાખ રોકડા કબ્જે કરતી એ ડિવિઝન પોલીસ

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દલવાડી સર્કલ નજીક રહેણાંક વિસ્તારમાં પડધરી તાલુકાના મોવૈયા ગામના નામચીન બુકી પિતા પુત્રએ શરૂ કરેલા મોટા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમવા આવેલા ૭ શખ્સોને રૂ. ૧.૬૪ લાખની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે મૂળ પડધરી તાલુકાના મોવૈયા ગામના નામચીન બુકી અશોકભાઇ પરસોતમભાઇ સવેરા રહે. હાલ મોરબી દલવાડી સર્કલ સરદાર-૩ સોસાયટી વાળાએ પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે રેઇડ પાડતા અશોકભાઇ પરસોતમભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી, તેનો પુત્ર રાજભાઇ અશોકભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી, મુકેશભાઇ નાથાભાઇ વેકરીયા રહે.ધુળસીયા તા.જી.જામનગર, સંજયભાઇ બાબુભા દોંગા રહે.કાલાવડ પટેલનગર જુનાગઢ જામનગર હાઇવે પર જી.જામનગર, ચીન્ટુભાઇ ધનજીભાઇ રતનપરા રહે.મોરબી ઉમા રેસીડેન્સી-૨ દલવાડી સર્કલ, આકાશભાઇ રમશુભાઇ ખરાડી રહે.મોરબી દલવાડીસર્કલ પાસે ઝુપડામા અને કલ્પેશભાઇ પ્રવીણભાઇ સાંઇજા રહે.સરધાર શાંતીનગર તા.જી.રાજકોટવાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૧,૬૪,૫૦૦ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- text

આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એસ.આઇ.પટેલ, એ.એસ.આઇ. આર.પી.રાણા,પો.હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર, હિતેષભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા રાજેશકુમાર રમેશચંદ્ર સહિતના સ્ટાફે કરી હતી.

- text