મોરબી સબજેલમાં પોલીસનું ચેકિંગ

- text


એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમોએ ચેકિંગ કર્યું

મોરબી : મોરબીની સબજેલમાં પોલીસે આજે રવિવારે ચેકિંગ હાથ ધર્યું હતું. એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા ચેકિંગ કરી જેલમાં કેદીઓની સુરક્ષા ચકસવામાં આવી હતી.

મોરબી એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટિમો દ્વારા મોરબીની સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ મોરબીની સબ જેલમાં ઝુલાતપુલ કેસમાં ઓરેવા કપનીના એમડી જ્યંસુખ પટેલ સહિત 289 પુરુષ અને પાંચ મહિલા કેદી સહિત 194 આરોપીઓ છે. ત્યારે આજે એલસીબી એસઓજી સહિતની પોલીસની ટીમોએ ચેકિંગ કરી જેલમાં કેદીઓની સુરક્ષા તેમજ કોઈ પ્રતિબિંબ વસ્તુઓ છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવી હતી.

આ અંગે એસઓજી એમ.પી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આ રૂટિન ચેકિંગ હતું. દર મહિનાની જેમ આજે પણ આ રૂટિન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓની ઓળખ કરવી સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી છે. જે દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી.

- text

- text