મોરબી પોસ્ટ ઓફિસમાં 5 દિવસ સુધી આધાર કાર્ડમાં મો.નં. અપડેટ કરવાનો કેમ્પ

- text


મોરબી : આવતીકાલે સોમવારથી દરરોજ 31 માર્ચ સુધી મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ યોજાશે. જેનો સમય સવારે 8-00 થી 11-00 વાગ્યા સુધીનો રહેશે.

આ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિને ટોકન લીધાં વગર તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરી આપશે. લીન્ક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઇલ અને રૂપિયા 50 ફી સાથે રાખવાના રહેશે. આથી દરેક મોરબીની જાહેર જનતા ને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ છે મોરબીની જનતાને આધાર કાર્ડ લીન્ક કરવા માટે કોઈને પણ તકલીફ ન પડે એ હેતુથી આ કેમ્પનો સમય ગાળો 31 માર્ચ સુધી વધારવામા આવ્યો છે. તેમ પીયુષ કમલ-બ્રાન્ચ મેનેજર, આઈપીપીબી એમડીજી-મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text